PM મોદીની સોનાની મૂર્તિ

સુરતમાં PM મોદીની 156 ગ્રામ સોનાની મૂર્તિ બનાવાઇ, આ મૂર્તિને ઘાટ આપતા 15થી 20 કારીગરોને 7 મહિના જેટલો સમય લાગ્યો, રાધિકા ચેન્સ કંપની દ્વારા અંદાજીત રૂપિયા 11 લાખ ખર્ચવામાં આવ્યા

સુરતઃ સુરતમાં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો છે. સામાન્ય રીતે ચૂંટણી દરમિયાન સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનુલક્ષીને કલાકૃતિ કરવામાં આવતી હોય છે. જેમાં આ વખતે તેમની સોનાની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. આ સોનાની પ્રતિમા શહેર સહિત રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ સોનાની પ્રતિમા બનાવવામાં આવી છે તેની ખાસિયતો અંગે કેટલીક મહત્વની બાબતો જણાવવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની પ્રતિમા બનાવવામાં આવી છે તેના માટે 18 કેરેટનું સોનું વાપરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. આ સોનાની પ્રતિમાની અંદાજીત કિંમત 11 લાખ રૂપિયા
જેટલી થાય છે. આ પ્રતિમાનું વજન 156 ગ્રામ રાખવામાં આવ્યું છે તેના પાછળ પણ ખાસ કારણ રહેલું છે.

આ પ્રતિમા તૈયાર કરવા માટે 15થી 20 જેટલા કારીગરોને 7 મહિના જેટલો સમય લાગ્યો છે. સુરતની રાધિકા કંપની દ્વારા આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. કંપની દ્વારા આ મૂર્તિ બનાવવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે તે વિશે વિગતે જણાવવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની જે પ્રતિમા બનાવી છે તે અંગે જણાવવામાં આવી રહ્યું છે કે, આ પ્રતિમા 18 કેરેટ સોનામાં બનાવવામાં આવી છે. આ મૂર્તિને વડાપ્રધાન જેવો આબેહુબ આકાર આપવામાં આવ્યો છે. જેમાં તેમનો ચહેરો, ચશ્મા વગેરે એવા જ દેખાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ગુજરાતમાં ભાજપે 156 બેઠકો જીતી છે તે માટે આ મૂર્તિનું વજન 156 ગ્રામ રાખવામાં આવ્યું છે.
આ પ્રતિમા વિશે જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં લોકોને સોનાની ધાતુ પ્રત્યે ઘણો લગાવ છે. વડાપ્રધાન પ્રત્યે પણ લોકોની લાગણી સોના પ્રત્યે જેટલી હોય તેટલી છે માટે સોનાનો ઉપયોગ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા બનાવવામાં આવી છે.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*