ઉનાળા તલની ખેતી

જમીનની પસંદગી અને તૈયારી

ઉનાળુ તલને સારા નિતારવાળી, ગોરાડું, બેસર કે મધ્યમ કાળી જ્ગીન વધુ માફક આવે છે. ચીકણી અને ક્ષારીયા તથા પાણી ભરાય રહે તેવી જમીન અનુકૂળ આવતી નથી. અંગાઉના પાકના જાડિયો વીણી, જમીનને ઓરવાણ કર્યાં બાદ વરાપ થયે કરબની ખેડ કરી, સમાર મારી સમતળ અને ભારી બનાવવી. કયારા સમતળ અને ટૂંકા બનાવવા.

સુધારેલી જાતો ઉનાળું તલમાં ગુજરાત તલ-૨, ગુજરાત તલ-૩ જાતીની ભલામણ કરવામાં આવેલ છે તો આ જાતની વાવેતર માટે પસંદગી કરવી,

ખાતર

જમીન તૈયાર કરતી વખતે પ્રતિ હેકટર ૧૦ ટન છાણીયું ખાતર જમીનમાં ભેળવી દેવું.

  • વાવણીનો સમય અને અંતરઉનાળુ તલનું વાવેતર દરિયાકાંઠા વિસ્તારમાં ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં અને દૂરના વિસ્તારમાં ફેબ્રુઆરીનાં ત્રીજા અઠવાડિયામાં કરવા ભલામણ છે. તલના ઉગાવા પર ઠંડીની માઠી અસર થાય છે. તલના ઉગાવા માટે ન્યુનતમતાપમાન ૧૫ સે. થી વધારે હોવું જોઈએ. બે ર વચ્ચે ૩૦ સે.મી.નું અંતર રાખી તલનું વાવેતર કરવું, તલનો દાણે જીણી હોય તેમાં જીણી રેતી ભેળવી ઓટોમેટીક વાવણીયાથી વાવેતર કરવું.

  • એક હેકટરના વાવતેર માટે ૩ કિ.ગ્રા. બિયારણ વાપરવું, બીજને પાણીમાં ૮ કલાક પલાળી ૧૨ કલાક છાંયડામાં સૂકવ્યા બાદ વાવેતર કરવાથી ઉગાવો સારો મળે છે. બીજાને એઝેટોબેકટર અને ફોસ્ફોબેકટેરીયા જેવા જોવક ખાતરની ૧૨ ગામ કિ.ગ્રા. બીજ પ્રમાણે માવજત આપી વાવેતર કરવું

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*